Introduction to Computer
(કમ્પ્યુટર વિષે પ્રાથમિક સમજણ)
કમ્પ્યુટરનો અર્થ
- કમ્પ્યુટર એ એક ઇલેક્ટ્રોનીક સાધન છે કે જે માહિતી મેળવીને તેના પર યોગ્ય પ્રક્રિયા કરી જરૂરી કે ઇચ્છનીય પરિણામ આપે છે અને માહિતીને થોડા સમય માટે કે લાંબા સમય માટે સંગ્રહ કરે છે.
- બીજા શબ્દોમાં કમ્પ્યુટર ગણતરીનું કાર્ય કરે છે. અહી ગણતરી એ ફક્ત ગાણિતિક ગણતરી સુધી જ માર્યાદિત નથી પણ અનેક કર્યો કે જેમાં વિવિધ પ્રકારના તર્ક વપરાય છે તેનો પણ સમાવેશ થાય છે.
- કમ્પ્યુટર ખુબજ મોટા પ્રમાણમાં માહિતીનો સંગ્રહ કરી શકે છે, અને જરૂર પડ્યે સંગ્રહ કરેલ માહિતી ફરી પછી મેળવી શકે છે અને તેના પર જરૂરી તાર્કીક તેમજ ગાણિતિક પ્રક્રિયા કરી પરિણામ પ્રદર્શિત કરે છે.
- કમ્પ્યુટર દરેક કાર્ય (Task - ટાસ્ક) એકદમ ચોકસાઈપૂર્વક અને ઝડપથી કરે છે.
- કમ્પ્યુટર ઉપયોગકર્તાને USER (યુઝર) કહે છે.
- User દ્વારા કમ્પ્યુટરમાં માહિતી દાખલ કરવાની પ્રક્રિયાને INPUT (ઇનપુટ) કહે છે.
- જે Device (ડીવાઈસ - સાધન) દ્વારા માહિતી દાખલ કરવામાં આવે છે તેને Input Device કહે છે.
- કમ્પ્યુટર ઇનપુટ પર પ્રક્રિયા કરી પરિણામ સ્વરૂપ માહિતી આપે છે તેને Output (આઉટપુ) કહે છે.
- જે Device (સાધન) માહિતી બહાર લાવે છે તેને Output Device કહે છે.
- કમ્પ્યુટર દાખલ કરેલ માહિતી પર પ્રક્રિયા કરે છે તેને PROCESS (પ્રોસેસ) કહે છે.
- કમ્પ્યુટર કોઇપણ DATA (ડેટા) પર મુખ્ય ત્રણ પ્રક્રિયા કરે છે.
--*--