History of Computer

કમ્પ્યુટરનો ઇતિહાસ (History of Computer)
(1) કુદરતી ગણકયંત્ર
  • ગણતરી કરવા માટે સાદામાં સાદા યંત્ર તરીકે માણસ પોતાના હાથનો ઉપયોગ કરેછે. સામાન્ય અને નાની ગણતરી હાથથી થઇ શકે છે. આમ સૌકોઈ માટે બે હાથ ઘણીખરી વખત ગણતરી યંત્ર તરીકેનો ભાગ ભજવે છે.
(2) મણકા પાટી (અબાકસ)
  • મોટી સંખ્યાની ગણતરી કરવા માટે મણકાપાટીનો ઉપયોગ કરવામાં આવતો
(3) બેઇઝ પાસ્કલનું કેલ્ક્યુલેટર
  • પ્રથમ મૂળભૂત કેલ્ક્યુલેટરની રચના 1642માં બેઇઝ પાસ્કલે કરી હતી જે ફક્ત માર્યાદિત કામ કરી શકે છે.
(4) લેબનીઝનું ગણકયંત્ર
  • 1960માં લેબનીઝે એવું યંત્ર બનાવ્યું કે જે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર તથા વર્ગમૂળની ગણતરી કરી શકતું. આ યંત્રમાં સૂચનાઓને યંત્રમાં જ વાણી લીધી હતી (hard coded) અને સૂચનાઓ એક વખત લખ્યા પછી તેમાં કોઈ ફેરફાર કરી શકતા ન હતા. 
(5) ચાર્લ્સ બેબેજનું ગણકયંત્ર
  • 1822માં ચાર્લ્સ બેબેજે ડીફરન્સ એન્જીન નામના એક મોડેલની ડીઝાઈન બનાવી. આ મોડેલ એન્જીન કોઈ વ્યક્તિનાં હસ્તક્ષેપ વગર ગણતરીઓ કરવા માટે સક્ષમ હતું.
  • 1833માં ચાર્લ્સ બેબેજે એનાલીટીકલ એન્જિનની રચના કરી. આજના અદ્યતન કોમ્પ્યૂટરની ટેકનોલોજીનો પાયો અહીથી નખાયો. જેથી ચાર્લ્સ બેબેજને અદ્યતન કોમ્પ્યૂટરના પિતા તરીકે ઓળખવામાં આવે છે.
  • આ  એનાલીટીકલ એન્જિનમાં ગણતરીઓ કરવા માટે એક એરીથમેટીક યુનીટ હતું અને પરિણામ તથા સૂચનાઓનો સંગ્રહ કરવાની તેમાં રચના હતી.
(6) આધુનિક કમ્પ્યુટર
  • 1946માં જે. પ્રેસ્પર એકર્ટ અને જહોન ડબલ્યુ મૌચલીએ વિશાળ કદના ENIAC નામના મશીનની રચના કરી.
  • ENIAC (Electrical Numerical Integrator and Calculator) એવું મશીન હતું, જેમાં ખુબ મોટા પ્રમાણમાં વેક્યુમ ટ્યુબ્સનો ઉપયોગ થયો હતો. આ મશીનને રાખવા માટે વિશાળ જગ્યાની જરૂર પડતી હતી અને તેને ઠંડું રાખવા માટે પુષ્કળ પ્રમાણમાં ઉર્જાની જરૂર પડતી હતી.