સોફ્ટવેર (Software)
હાર્ડવેર (Hardware)
ફર્મવેર (Firmware)
અલગોરિધમ (Algorithm)
- કમ્પ્યુટરનો કોઈ એક ચોક્કસ હેતુ માટે ઉપયોગ કરવા અથવા કમ્પ્યુટર પાસેથી કોઈ ચોક્કસ કાર્ય લેવા તેને એક પછી એક કમ્પ્યુટર સમજી શકે તેવી ક્રમશઃ સુચનાઓ આપવી પડે છે આ સુચનાઓના સમૂહને સોફ્ટવેર કહે છે.
- સોફ્ટવેરને એપ્લીકેશન (Application) કે પ્રોગ્રામ (Program) પણ કહે છે.
- સોફ્ટવેરને સ્પર્શી શકતા નથી
- સોફ્ટવેર કમ્પ્યુટરને બુધ્ધિમતા પૂરી પાડે છે.
- ઉદાહરણ : પેઇન્ટ, નોટપેડ, સોલીસીટર (પત્તાની ગેમ)
હાર્ડવેર (Hardware)
- કમ્પ્યુટરનાં ભૌતિક ભાગો જેવાકે કી-બોર્ડ (Keyboard), માઉસ (Mouse), મોનીટર (Monitor), પ્રોસેસર (Processor), પ્રિન્ટર, સ્પીકર વિગેરે જે જેનો ઉપયોગ માહિતી દાખલ કરવા, માહિતી પર પ્રોસેસ કરવા, માહિતી સંગ્રહવા કે માહિતી બહાર લાવવા માટે થાય છે.
- હાર્ડવેરને સ્પર્શી શકાય છે.
ફર્મવેર (Firmware)
- હાર્ડવેરની સાથે સોફ્ટવેર સંકલિત (Integrated) કરવામાં આવે છે તે ફર્મવેર તરીકે ઓળખાય છે.
- ફર્મવેરને એક સ્થાયી પ્રકારની મેમરી જેમકે ROM, EPROM અથવા ફ્લેશ મેમરી ઉપર સંગ્રહવામાં આવે છે.
- સામાન્ય રીતે ફર્મવેર હાર્ડવેર ઉત્પાદન કરતી કંપની બનાવે છે અને તે હાર્ડવેરની ખરીદી સાથે જ આવે છે.
- સામાન્ય રીતે ફર્મવેર હાર્ડવેરનાં નિયંત્રણ અને હાર્ડવેરનો ઉપયોગ કરવાની સગવડ આપવા જેવા કાર્યો પુરા પાડે છે. આ કારણે સામાન્યપણે ઉપયોગકર્તાને ફર્મવેરમાં ફેરફાર કરવાની છૂટ આપવામાં આવતી નથી.
- ઉદાહરણ : વોશીંગ મશીન, ટ્રાફિક લાઈટ, ડીજીટલ કેમેરા વગેરે..
અલગોરિધમ (Algorithm)
- કોઈ પણ ટાસ્ક (Task-કાર્ય)નાં ઉકેલ માટે પદ્ધતિસર માર્ગદર્શિકા તૈયાર કરવાની હોય છે, તેમાં દરેક કાર્યરૂપી સ્ટેપ્સ (Steps – પગથીયા) સ્પષ્ટ રીતે વર્ણવેલા હોય છે. આ માર્ગદર્શિકા કે જે સામાન્ય રીતે સરળ અંગેજી ભાષામાં લખેલ હોય છે તેને અલ્ગોરીધમ કહે છે.